Saturday, November 16, 2013

યોગ્ય પશુ આહર, સફળ પશુપાલનનું પ્રથમ પગથિયું


શ્ર્વેતક્રાંતિથી ખેતીની સમાંતર વિકસેલ પશુપાલન આજે કેટલીક બાબતોને લઇને મુશ્કેલ બની રહ્યું છે. પશુપાલનમાં પશુઆહાર મુખ્ય બાબત છે. જો પશુ આહાર મામલે ખેડૂતો સજાગ બને તો વધુ દૂધ ઉત્પાદન થકી વધુ વળતર મેળવી શકાય છે.

વધુ પડતા અને અપૂરતા આહારથી પશુ ઉપર વપિરીત અસર થતી હોવાથી પશુ આહારનું પુરતું જ્ઞાન અને સમજ આ વ્યવસાયમાં ખાસ જરૂરી છે. પશુ આહાર અને પોષણ એ પશુપાલનનું મહત્વનું પાસું છે. પશુપાલનમાં ૭૦થી ૮૦ ટકા ખર્ચ માત્ર પશુ પાછળ થાય છે. મોટાભાગના પાલતું પશુઓ વાગોળતા પશુ હોવાથી ઘાસચારો એમનો કુદરતી આહાર છે.પશુઆહારમાં લીલા ઘાસચારા ઉપરાંત દાણનો સમાવેશ કરવો જરૂરી છે. પશુઓને શરીરની જુદી જુદી પ્રક્રિયાઓ જેવી કે શુિધ્ધ, નભિાવ, દૂધ ઉત્પાદન, પ્રજનન માટે પ્રોટીન કાર્બોદિત, તૈલી પદાર્થો ઉપરાંત ક્ષારો તથા પ્રજીવકોની જરૂરીયાત રહે છે. પાણી પણ પશુઓના શરીરનું એક મુખ્ય ભાગ છે. જેથી પશુઓને આહારની સાથે સ્વચ્છ પાણી પુરતા પ્રમાણમાં આપવું જરૂરી છે. સૂકા ચારામાં પરાળ કે ઘઉં, ડાંગર, જુવાર બાજરી સહિતના ધાન્ય પાકોને કડવામાંથી શક્તિ મળે છે અને પશુઓની ભૂખ સંતોષાય છે. કઠોળ વર્ગના સૂકા ચારામાંથી પણ પાચ્ય પ્રોટીન ઓછા પ્રમાણમાં ૧થી૬ ટકા સુધી મળે છે. પરંતુ એમાંથી ક્ષાર પુરતા પ્રમાણમાં મળે છે. જ્યારે લીલા ઘાસચારો પશુઓ માટે ખાસ અગત્યનો છે. લીલો ચારો રસાળ હોય છે અને પશુઓને વધુ ભાવે છે. પશુઓ માટે તે અગત્યનો છે. જેનાથી વિટામીન એ કેરોટીનના રૂપમાં મળે છે. સાથોસાથ જરૂરી પ્રજીવકો પણ મળે છે.લીલોચારો વધુ આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને દૂધ ઉત્પાદન સસ્તુ બનાવી શકાય છે.

પશુઆહાર કેવો હોવો જોઇએ

પશુઓને આપવામાં આવતા આહારમાં લીલો અને સૂકો ઘાસચારો તથા સુમશિ્રિત દાણનું યોગ્ય પ્રમાણ જરૂરી છે. પશુઆહાર પશુઆને ભાવે એવો તેમજ સહેલાઇથી પચે એવો હોવો જોઇએ તેમજ એમાં કોઇ પણ જાતના નુકશાનકારક તત્વો ના હોય એવો તેમજ આર્થિક રીતે પરવડે એવો હોવો જોઇએ.

૨થી૩ ટકા જ સુકો ચારો

સામાન્ય રીતે વાગોળતા પશુઓ એમના વજનના ૨થી૩ ટકા જેટલો સુકો ખોરાક ખાઇ શકે છે. જો એક પુખ્ત પશુનું વજન ૩૫૦ કિલોગ્રામ હોય તો એના માટે ૭થી ૧૦ કિલો સૂકો ઘાસચારો યોગ્ય છે.

લીલો ઘસચારો ફાયદાકારક

પશુઓના ઉપલબ્ધ ઘાસચારાના ૮૫ ટકા ભાગ કુંવળ, પરાળ હોય છે. જેમાં રેષાવાળા તત્વોનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ તે પશુઅને રૂચિકર નથી. વળી એમાં પ્રોટીન અને ખનિજ તત્વોનું પ્રમાણ પણ ઓછું હોય છે. જ્યારે લીલા ઘાસચારામાં પોષક તતોનું પ્રમાણ વધુ હોય છે. જેથી પરાળ સાથે લીલો ઘાસચારો ખવડાવવો વધુ ફાયદાકારક છે.

ત્રણ માસથી ઉપરના પશુનો અહાર

વજન સુમશિ્રિત દાણ લીલો ચારો લીલોચારો

કિલો કિલો કઠોળ ધાન્ય

૫૦ ૦.૮ ૧.૦ ૨.૦

૭૦ ૧.૨ ૧.૫ ૨.૦

૧૦૦ ૧.૫ ૨.૦ ૪.૦

૧૫૦ ૧.૯ ૨.૫ ૫.૦

૨૦૦ ૨.૨ ૨.૫ ૬.૦

૩૦૦ ૨.૫ ૩.૦ ૭.૦

૪૦૦ ૨.૫ ૩.૦ ૯.૦

પશુઓ માટે સમતોલ આહાર

સમતોલ દાણ ૧ કિલો

લીલો ચારો(કઠોળ) ૩ કિલો

લીલો ચારો(ધાન્ય) ૧૦ કિલો

સૂકોચારો, પરાળ ૫થી૭ કિલો


Article Credit: http://www.divyabhaskar.co.in/article/UGUJ-1728505-2729165.html

No comments:

Post a Comment