Monday, April 28, 2014

પશુપાલનમાં સફળતા મેળવતાં જશોદાબેન

નવસારી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનું અમલીકરણ કરી જિલ્લાના પશુપાલન કરતા લાભાથીgઓને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. આવી જ ગણદેવી તાલુકાના અજરાઇ ગામે પશુપાલન ક્ષેત્રે કામ કરતી ગÀહિણીને કેટલ શેડ યોજના વિશે થોડીક જાણકારી મળતાં તેની વધુ જાણકારી માટે પશુ ચિકિત્સા અધિકારી, ગણદેવીનો સંપર્ક કર્યો. આ પશુચિકિત્સા અધિકારીએ કેટલ શેડની યોજના વિશે વિસ્તÀત જાણકારી આપી તેનાથી થતા ફાયદાઓથી તેમને વાકેફ કર્યા અને કેટલ શેડ સહાય અર્થે રૂ.૧૫૦૦૦ની સહાય પ્રાપ્ત થઇ.

જશોદાબેનના જણાવ્યા અનુસાર તે અગાઉ ગામમાં છુટક મજૂરી કરી ગુજરાત ચલાવતા હતા. ક્યારેક મજૂરીએ ન જવાને કારણે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ થઇ જતું હતું. ત્યારબાદ બે ગાય ખરીદીને પશુપાલનનો ધંધો નાના પાયે શરૂ કર્યો. ત્યારબાદ તેમાંથી આવક થતાં પશુપાલન ખાતા તરફથી મળેલ યુરીયા ટ્રીટમેન્ટ સહાય અંતર્ગત પશુના ચારાને યુરીયા ટ્રીટમેન્ટ આપીને પશુને ખવડાવવાથી તેની તંદુરસ્તી ખૂબ જ સારી રહેતાં દૂધ ઉત્પાદનમાં પણ સુધારો થયો. પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતા પશુઓને ઘાસ કાપવાના માનવ સંચાલિત સુડાનો લાભ પણ લીધો. જેનાથી પશુને ઘાસ કાપીને ખવડાવવાની ઘાસનો બગાડ પણ અટકી જતાં ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થયો. આ ઉપરાંત પશુપાલન ખાતાની અનુસૂચિત જાતિ હેલ્થ કવર યોજના અન્વયે અમોને મીનરલ મિક્ષ્ચર અને કરમની દવાઓ પણ મળી છે, જેનાથી પશુની તંદુરસ્તી સારી રહે છે અને નિયમિત પશુ ગાભણ થાય છે. ગાભણ પશુઓ માટે પણ રાજ્ય સરકાર દ્વારા પશુ ખાણદાણ સહાય યોજના અન્વયે સમતોલ આહાર પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા પશુ બાંધવાના શેડ માટે જે સહાય મળી તે ખૂબ જ મદદરૂપ પુરવાર થઇ છે. હાલ તેમની પાસે ૬ જેટલા દૂધાળા પશુઓ (ગાય) છે. રોજનું એવરેજ ૯૦ લીટર દૂધ થાય છે. જે ડેરી અને છૂટક વેચાણથી સારી એવી આવક થાય છે. જેમાંથી હું પશુપાલનનો ખચોg બાદ કરતાં ઘરનો ખર્ચ પણ નીકળી જાય છે અને બચત પણ સારી એવી થાય છે. 


Article Credit:http://www.divyabhaskar.co.in/article/MAT-DGUJ-2287981-NOR.html