Thursday, October 10, 2013

પશુપાલનને સફળ બનાવવા આટલું જરૂર કરવું જોઇએ


સુરત અને તાપી જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ સાથે પશુપાલન કહેવાય તો ખોટું નથી. પશુપાલનનો વ્યવસાય યોગ્ય રીતે કરવામાં આવે તો આર્થિક રીતે ફાયદો થાય તેમ છે. આ અંંગે વ્યારાના વિષય નિષ્ણાત ડા‹. જે. કે. રાવલ અને ડા‹. એન. એમ. ચોહાણે સફળ પશુપાલન કરવા માટે સૂચનો કર્યા છે, જે ખેડૂતો માટે ઘણાં ઉપયોગી નીવડશે.

ઢોવાડો હંમેશા પૂવe પશ્ચિમ દિશામાં એવી રેતી બનાવવા કે જેથી ગમાણ ઉત્તર દિસા તરફ રહે. તેનું બોય તિળયું પાકુ તેમજ ઢળતું જોઈએ. ઢોરવાડાની છતની ઉંચાઈ ૧૨ ફૂટ રાખવી તેમજ આસપાસ લીલાઝાડ હોવા જોઈએ. જેથી વાતાવરણ ઠંડુ રહે અને પૂરતી તાજી હવા મળી રહે. જાનવર બને ત્યાં સુધી ભરોસાપાત્ર માણસો પાસેથી જ ખરીદવા જેથી તેમના વેતર અને દૂધ વિશે પૂરતી માહિતી મળી શકે છે.

નવા પશુ લાવ્યા પછી તેને ૧પ-૩૦ દિવસ સુધી અલગ રાખવા જેથી તેમાં કઈ રોગ છે કે નહીં તે જાણી શકાય અને તે રોગ આપણા બીજા પશુઓમાં ફેલાતો અટકાવી શકાય છે.

વધારે ઠંડીથી બચાવવા પશુઓને દિવસ દરમિયાન તડકામાં અને રાત્રે શણના કોથળા ઢાંકીને કોથલા ઢાંકીને રાખી શકાય તેમજ સીધો ઠંડો પવન ન આડે તેની કાળજી રાખવી. ઉનાળામાં પશુઓને ચોવિસે કલાક ચોખ્ખુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી અને શકય હોય તો પાણીના ફૂવારા પણ ગોઠવવા. સામાન્ય રીતે ગરમ તેમજ ભેજવાળા વાતાવારણમાં એટલે કે ચોમાસામાં લીખ, ઝૂઆ, ચાંચડ, છતરડીઓનો ઉપદ્રવ વધારે રહે છે. તો આવા સમયે સાયપરમે થિ્રન, પરમેથિન જેવી કિટકનાશક દવાઓના યોગ્ય માત્રામાં છંટકાવ કરવો. છંટ કાવ જમીનમાં જયાં જાનવરે બાંધતા હોય અને દીવાલની તિરાડોમાં કરવો.

વિયાણ બાદ તરત જ અડધાથી એક કલાકમાં બચ્ચાને તેના વજનના ૧૦ ટકા જેટલું ખીરુ પીવડાવવું જોઈએ. જન્મેલા બચ્ચાના ડુંટાને ટીંચર આયોડિન લગાવેલ રાખવું જેથી તે પાકવાની શકયતા ઘટાડી શકાય છે. બચ્ચાને જન્મ પછી શંકર ગાયોમાં ૧૦થી ૧પ દિવસ શીંગડા કઢાવી નાંખવા. બચ્ચાને જન્મ પછી પ્રથમ ૧પ, ૪પ,૭પ, ૧૦પ દિવસે ત્યારબાદ ૬ માસની ઉંમરે અને ૧ વર્ષની ઉંમરે અને ૧ વર્ષ પછી ચોમાસા પહેલા અને ચોમાસા પછી કરમીયાની દવા આપવી.કોઈ પશુનો ગર્ભપાત થયો હોય તો આવા પશુને બીજા પશુથી અલગ રાખવું અને બની શકે તો તેનો યોગ્ય નિકાલ કરવો.

1.દૂધાળા ઢોરની તમામ નોંધ રાખવી:

જાનવરો લગતી તમામ નોંધ જેવી કે ગરમીમાં આવવાના ચિન્હો, બીજદાન કરાવ્યાની તારીખ, ગાભણની તપાસ, વિયાવાની અંંદાજિત તારીખ, દૂધ, ઉત્પાદનને લગતી માહિતી વગેરે બની શકે તો નોટમાં નોંધી રાખવી.જાનવર ગાભણ હોય તો સામાન્ય રીતે તેના છેલ્લા મહિનાઓમાં તેને ૧થી ૧.પ૦ કિલો દાણ આપવાનું ચાલુ રાખવું અને તેમાંથી દૂધ કાઢવાનું પણ બંધ કરવું જોઈએ. જેથી તેના પછીના વેતર માટે પણ પોષક તત્ત્વોનો તેમાં સંગ્રહ થઈ શકે.

2.ગાભણ ગાય-ભેંસ માટે આ જરૂરી:

ગાભણ ગાય/ ભેંસને સામાન્ય રીતે અલગ રાખવી. તેને બંને ત્યાં સુધી મુસાફરી ન કરાવવી. તેમજ ઢાળવાળાના ભાગમાં ચાલવા કે બેસવા ન દેવી.વિયાણ પછી મેલી પડવાનો સમય સામાન્ય રીતે ૮થી ૧૨ કલાકનો છે. જો આ સમયમાં મેલી ન પડે તો નજીકના પશુ ચિકિત્સક સંપર્ક સાધવો. વિયાણ પછી તરત જ ખીરુ કે દૂધ પુરેપુરુ ન કાઢવું જોઈએ. આનાથી ગાય/ ભેંસ ઠંડી પડવાની શકયતા રહે છે. અને આને સુવા રોગ કહે છે. આઉ કે આંચળના રોગને અટકાવવા માટે આંચળનો દોહ્યા પહેલા અને દોહ્યા પછી એન્ટીસેપ્ટીક સોલ્યુસન કપમાં લઈ આંચળ બોળવા.દૂધના દોહન બાદ બને તેટલું ઝડપી તેને ડેરી સુધી પહોંચાડવું જોઈએ.

3.ઢોરનું પૂરેપૂરું ધ્યાન રાખો:

જાનવરનું વર્તન બદલાય જેમ કે ખાવાનું છોડી દેવું, પાણી ન પીવે તેનું વર્તન બદલાય કે તરત જ પશુપાલકોએ zપશુ ચિકિત્સકનો સંપર્ક કરવો. આ બધા બિમારીના લક્ષણો છે. વિયાણ પછી જાનવર સામાન્ય રીતે ૬૦થી ૯૦ દિવસમાં ફરી એકવાર ગાભણ થઈ જવું જોઈએ. જાનવરે લીલો અન સૂકો ચારો બને ત્યાં સુધી કાપને આપવો. આનાથી તેનું દૂધ ઉત્પાદન વધે છે. અને ચારાનો બગાડ થતો પણ અટકી જાય છે.

No comments:

Post a Comment