Sunday, October 20, 2013

અલભ્ય જાફરાબાદી ભેંસે સર્જેલું કુતૂહલ

7.5 ફૂટ ઊંચાઇ, ૭૫૦ કિલો વજન પણ આ હાથી નથી

-અલભ્ય જાફરાબાદી ભેંસે સર્જેલું કુતૂહલ

- રોજનું ૪૦ લિટર દૂધ આપે છે





સાવરકુંડલા, તા. ૧૨
એક જમાનામાં ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી પરંતુ ટૂંકી દ્રષ્ટિવાળા શાસકોના પાપે આજે દૂધાળાઢોરને ઘાસચારો મળવો મુશ્કેલ છે. એક તરફ દૂધમાં હમણાં જ ભાવવધારો ઝીંકાયો છે તેના મૂળમાં પશુપાલનની ઉપેક્ષા છે. આવા સમયે સાવરકુંડલામાં પ્રસ્તુત ૭૫૦ કિલોની અને સાડા સાત ફૂટ લંબાઇની ભેંસ સુખદ આશ્ચર્ય ગણાય તેમ છે.આજે આપણા દેશમાં સૌથી વધારે ભેસનું દૂધ ઉપયોગમાં આવે છે. સામાન્ય રીતે ભેસ ૩૦૦ કિલો વજન અને ૨૦ લીટર દૂધ આપતી હોય છે ત્યારે સાવરકુંડલામાં એક તબેલામાં મહાકાય હાથી જેવી ભેસ જોવા મળી છે. જેનું ૭૫૦ કિલો વજન છે અને ૭ાા ફુટ લંબાઇ છે. તેમજ રોજનું ૪૦ લીટર દૂધ આપે છે. આ ભેસને જોવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે. છેલ્લી પાંચ પેઢીથી જેનો વારસાઇ ધંધો ભેસ લે-વેચ અને તબેલાનો છે તેવા હાજી દિલાવરભાઇ મલેકે જણાવ્યું કે અમે આવી ભેસ ક્યારેય જોઇ નથી. જાફરાબાદી-જાફરી જાતની આ ભેસે કુતુહલ સર્જયું છે. આપણા રાજકારણીઓને સદબુધ્ધિ મળે અને તે પશુપાલનની ચિંતા કરે તો આવી ભેસો અનેક સ્થળે જોવા મળી શકે તેમ છે. જાફરાબાદી ભેસ, સુરતી ભેસ, મહેસાણી ભેસ અને હાલમાં કચ્છ તરફ શોધાયેલ બની ભેસ એમ ગુજરાતમાં ભેશની જાતો મળી આવે છે ત્યારે તેમાં સૌથી શ્રેષ્ઠ અને વધારે દૂધ આપતી જાફરાબાદી ભેંસ હોય છે. જેની સામાન્ય અને વધુમાં વધુ ઉંચા ૫ ફૂટ લંબાઇ છ ફૂટ અને વજન ૩૦૦ થી ૫૦૦ કિલો હોય છે જે ૨૫ લીટર દુધ આપે છે ત્યારે સાવરકુંડલામાં આવેલ મહાકાય ભેંસ જૂનાગઢ તાલુકાના માણેકવાડાથી લાવવામાં આવી છે જે સંકરણ પધ્ધતિથી આકસ્મિક રીતે ક્યારેક ન માની શકાય તેવી ઓલાદો બની જાય છે. તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ સાવરકુંડલા પશુ ચિકિત્સક વાઢેરે જણાવ્યું છે. આ ભેંસ ૭ાા ફૂટ ઉંચી ૭ ફૂટ લાંબી ૭૫૦ કિલો વજન અને ૪૦ લીટર દરરોજનું દૂધ એ એની વિશિષ્ટ ઓળખ છે. હમણા કચ્છી ભેંસના સંકરણમાં બની ભેસનું નવી જાત શોધાઇ છે પરંતુ તે સામાન્ય ભેંસ જેવી જ ઓલાદ છે. ખાસ કંઇ સફળતા મળેલ નથી અને સુરતી ભેંસ, મેસાણી ભેંસમાં જાફરાબાદી ભેંસ સોથી ચડીયાતી રહી છે.




Article Credit: http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20120413/head/head5.html


1 comment:

  1. nice info buffalo breed https://www.gowandi.com/dairy_nili_ravi_buffalo_breeders

    ReplyDelete