Sunday, October 20, 2013

મોડાસા તાલુકાના પશુપાલકો

પર્યાવરણપ્રેમી પ્રગતિશીલ આદર્શ સંસ્કારી ગામ


મોડાસા તાલુકાના ઉત્તર સિમાડે મેઘરજ અને ભિલોડાની સરહદે અરવલ્લીના ડુગરોની વચ્ચે હાઇવે શહેરથી દુર આવેલા  ઉમેદપુર(દધાલિયા) ગામે પશુ આરોગ્યમેળા ૨૦૧૩ સંદર્ભે તારીખ-૨૩/૦૫/૨૦૧૩ ના રોજ પશુ સારવાર કેમ્પનુ આયોજન થયેલ છે જેમા ૨૯૧ પશુઓની સારવાર મોડાસા વેટરનરી ટીમ દ્વારા આપવામા આવેલ છે
ગ્રામજનો સાથે પશુસારવાર કેમ્પ બાદ ગામની મુલાકાત લેતા હાલના સમયગાળામા જવલ્લે જ જોવા મળતી કેટલીક વિશિષ્ટ બાબતો જાણવા અને અપનાવવા જેવી છે(૧)ગામમા એક જ પાટીદાર જ્ઞાતિની ૧૨૦ કુટુંબ વસે  છે ગામની દુધ મંડ્ળીમા ૨૩૦ સભાસદો છે ગત સાલે ૨ કરોડ ૨૭ લાખનુ દુધ સાબર ડેરીને ભરાવેલ છે ૫૦૦૦ લીટર દુધને ઠંડુ કરવા BULK MILK COOLER ત્રણ વર્ષથી કાર્યરત છે દુધ મંડળીના સેક્રેટરી હીરાભાઇ માનાભાઇ પટેલના સરળ પારદર્શક વહીવટથી છેલ્લા પાંચ જ વર્ષમા ગામની દુધની વાર્ષિક આવકમા ૩ ગણો વધારો જોવા મળેલ છે અને વધુ ને વધુ ખેડુતો પશુપાલન તરફ આકર્ષાયા છે
(૨) ગામના પશુપાલકો તેઓના પશુઓ પોતાના ખેતરે રાખે છે દરેક તબેલા ઉપર પશુઓને સારવાર કરાવવાની અલાયદી TREVIS ની સગવડ છે દરેક તબેલામા ઘાસના નિરણ માટે ગમાણ અને પશુની આગળ જ ૨૪ કલાક પાણી માટે કુંડાઓની સગવડ છે
(૩)દરેક તબેલા ઉપર પોતાના ઘર વપરાશ માટેના શાકભાજી જેવાકે મરચા,રીગણ,ગવાર,ટામેટા ,દુધી,મીઠો લીમડો, ફુદીનો નો કિચન ગાર્ડન અચુક જોવા મળે છે તદઉપરાત પપૈયા,ચીકુ કેસર આંબા તથા ભગવાનની પુજા માટેના ફુલ ગલગોટા,ગુલાબ, મોગરાના છોડ ઉછેરેલ છે
(૪) પશુઓના છાણના ઉકરડા વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીનથી ઉડે વ્રુક્ષના છાંયડે બનાવેલ છે ગામના સીમાડે લીમડા ,મહુડા ,આંબાના વ્રુક્ષો સંખ્યાબંધ હરોળમા  ખેતરના શેઢે જોવા મળેલ જે ગ્રામજનોનો પર્યાવરણ પ્રેમ દર્શાવે છે
(૫) ગામના સંસ્કાર એવાકે દાદા,પિતા અને પુત્ર ત્રણ પેઢી એક સાથે બેસીને ચચાવિચારણા કરી ખેતી અને પશુપાલનનુ આયોજન કરે છે
પશુપાલકનુ નામ-પટેલ કીર્તીભાઇ કેવળભાઇ  •૪ગાય+૧ ભેસ •ગત વર્ષની દુધની  આવક ૪ લાખ ૧૮ હજાર  •૪ વાછરડી અને ૨ પાડી ઉછરતા છે  • તંદુરસ્તી ખુબ સારી છે  • જાત મહેનતથી જ તબેલો ચલાવે છે
પશુપાલકનુ નામ-પટેલ કીર્તીભાઇ કેવળભાઇ
• ૪ગાય+૧ ભેસ
• ગત વર્ષની દુધની આવક ૪ લાખ ૧૮ હજાર
• ૪ વાછરડી અને ૨ પાડી ઉછરતા છે
• તંદુરસ્તી ખુબ સારી છે
• જાત મહેનતથી જ તબેલો ચલાવે છે

પશુપાલકનુ નામ-જયંતીભાઇ કાનાભાઇ પટેલ  •૩ ગાય+૨ ભેસ  •ગત વર્ષની દુધની  આવક ૩ લાખ ૮૨ હજાર •ગાયોના ઘાસ માટે ઓટોમેટીક ચાફ્ટકટર છે અને સીલીગ પંખાની સગવડ વાળો શેડ છે
પશુપાલકનુ નામ-જયંતીભાઇ કાનાભાઇ પટેલ
• ૩ ગાય+૨ ભેસ
• ગત વર્ષની દુધની આવક ૩ લાખ ૮૨ હજાર
• ગાયોના ઘાસ માટે ઓટોમેટીક ચાફ્ટકટર છે અને સીલીગ પંખાની સગવડ વાળો શેડ છે
પશુપાલકનુ નામ -ચિરાગકુમાર ભગવતીપ્રસાદ પટેલ  •યુવાન M.A.પોસ્ટ ગ્રેજ્યુએટ છે  •૬ ભેસ+૧ ગાય છે  •ગત વર્ષની દુધની  આવક ૪ લાખ ૧૮ હજાર
પશુપાલકનુ નામ -ચિરાગકુમાર ભગવતીપ્રસાદ પટેલ
• યુવાન M.A.પોસ્ટ ગ્રેજ્યુએટ છે
• ૬ ભેસ+૧ ગાય છે
• ગત વર્ષની દુધની આવક ૪ લાખ ૧૮ હજાર
પશુપાલકનુ નામ -જસવંતભાઇ વિરાભાઇ પટેલ  •૩ ગાય+૪ ભેસની દુધની આવક ૪ લાખ ૨૭ હજાર
પશુપાલકનુ નામ -જસવંતભાઇ વિરાભાઇ પટેલ
• ૩ ગાય+૪ ભેસની દુધની આવક ૪ લાખ ૨૭ હજાર

પશુપાલકનુ નામ -જાગ્રુતીબેન સુરેશભાઇ પટેલ  •જાતે મજુર કડીયા વિના મહેનત કરીને બહેને તબેલો બનાવેલ છે  •૧ ગાય+૪ ભેસ છે દુધની આવક ૩ લાખ ૩૨ હજાર
પશુપાલકનુ નામ -જાગ્રુતીબેન સુરેશભાઇ પટેલ
• જાતે મજુર કડીયા વિના મહેનત કરીને બહેને તબેલો બનાવેલ છે
• ૧ ગાય+૪ ભેસ છે દુધની આવક ૩ લાખ ૩૨ હજાર

KITCHEN GARDEN WITH CATTLE SHED
KITCHEN GARDEN WITH CATTLE SHED

No comments:

Post a Comment