Friday, November 8, 2013

આધુનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય


આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના જયેશભાઈ પટેલે આધુનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમની પાસે દસ ગાયો છે. જેમાંથી તેઓ રોજનું એકસો સાઠ લીટર દૂધ મેળવે છે.

આણંદના ઝારોલાના જયેશભાઈ આધુનિક ટેક્નોલોજીની મદદથી વિપુલ પ્રમાણમાં દૂધ મેળવે છે. તેમની પાસે દસ ગાયો છે. તેમના તબેલામાં ગાય માટે સંપૂર્ણ સુવિધા છે. ગાય માટે સાવરવાળા બાથરૂમ, તેમજ ગરમીમાં ગાયને ઠંડક મળી રહે તે માટે ફોગર અને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાયના છાણમાંથી જયેશભાઈ મોટા પ્રમાણમાં ટેક્નોલોજી દ્વારા ખાતર મેળવે છે. ગોબરગેસ પછી જે કચરો નીકળે તેમાંથી પાણીને છૂટું પાડીને ખાતર મેળવે છે. તો ગોબરને સૂકવીને તેને થેલીઓમાં ભરી વેચાણ પણ કરવામાં આવે છે. આ રીતે જયેશભાઈ નવી નવી પદ્ધતિથી પશુપાલનના વ્યવસાયને નવી દિશા આપી રહ્યા છે.


Article Credit: http://vtvgujarati.com/news.php?id=6359

No comments:

Post a Comment